STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

અડધી ચા

અડધી ચા

1 min
351

અડધી ચા ને પૂરાં ગામ ગપાટા છે,

આ તો ચા સાથે ગરમાગરમ ચર્ચા છે,


અડધી ચા ને કોઈ નિશાના ઉપર છે,

શબ્દો ઘણા છે આકરા જો વાગે તો,


અડધી ચા ને દેશ-વિદેશની વાતો રે,

આ ચર્ચા કરી ડોલાવે આખું જગ રે,


અડધી ચા ને મસાલો હાથમાં છે રે,

ભાવનાના વિચાર શબ્દોની રમત રે,


તીર જેવા તાતા બોલ નાં સૂણાય રે,

સ્તબ્ધ થઈ ગયો વાયુ આ સૂણી રે,


અડધી ચા ની વાતો વાયરે ચઢી રે,

સાંભળે એ હાયકારો કરતાં જાય રે.


Rate this content
Log in