અદભૂત
અદભૂત
1 min
140
એવાં અદભૂત કરે છે સેવાનાં કામ,
નિરંતર હૈયામાં રમે મહાદેવનું નામ,
એવાં કરે ભગીરથ કાર્ય નિઃસ્વાર્થ ભાવે,
અદભૂત કાર્ય કરે ને સેવા કાજે દોટ મૂકે,
છોડીને ધંધો વેપાર પરદુઃખે દુઃખી થાય,
પરસેવાની કમાણી સેવામાં વાપરી જાય,
ભાવના વર્ણન કર્યું અદભૂત ઓળખો,
નામની ક્યાં જરૂર છે છબીને ઓળખો,
એવાં મુઠ્ઠી ઊંચેરા માનવીને સમજો,
ભૂદેવો કાજે સમર્પણ કરે છે સમજો,
આંગળી પકડી ને ઊંચાઈ બતાવે છે,
એવાં સેવાનાં અદભૂત કાર્ય કરે છે,
એકસમાન સૌને એ તો સાચવે છે,
એવાં મહાદેવનાં પરમ ભક્ત જ છે.
