અબોલ
અબોલ
1 min
137
અબોલ રહેવું મને ના પાલવે,
મૌનનું રહસ્ય મને ના પાલવે,
મૌનનું વજન મને ન પાલવે,
ભીના પોપચાં મને ના પાલવે,
મૌનનાં મૂળ મારે શોધવાં છે,
કિંમતી અશ્રુ મારે લૂછવાં છે,
એ અબોલા ભારરૂપ લાગે છે,
ભાવના પર ઘા રૂપે રહેલા છે,
જીવવું મરવું પણ મૌન છોડીને,
એકરૂપ થઈ રહેવું મૌન તોડીને.
