અભણ
અભણ
1 min
204
અભણ છું અજ્ઞાની નહીં,
સરળ છું પણ ડફોળ નહીં.
ગણતર છે ભણતર નહીં,
ભાવના સાચી છે દંભી નહીં.
અભણ કહી મજાક કરો નહીં,
વ્યવહારુ છું અહંકારી નહીં.
સમજું છું અણસમજુ નહીં,
અભણ છું પણ અજ્ઞાની નહીં.
અભણ છું પણ લાચાર નહીં,
એમ તોલવું તો શક્ય છે નહીં,
આવડત છે પણ અણઘડ નહીં,
એમ બોલવું તો શક્ય છે નહીં,
અભણ છું પણ આજ્ઞાની નહીં,
આ ઉંમરે ભણવું શક્ય છે નહીં.
