આયો ફાગણિયો
આયો ફાગણિયો
1 min
198
આયો ફાગણિયો આયો રે,
કેસૂડો પૂર બહારે લાવ્યો રે.
ફાગણ રંગોત્સવ લાવ્યો રે,
કેસૂડો કેસરિયો રંગ લાયો રે.
રંગબેરંગી રંગો લાવ્યો રે,
ફાગણમાં કેસૂડો નિખર્યો રે.
ભાવનાની લહેરમાં રંગો રે,
એક એક ડાળી ઝૂલે કેસૂડો રે.
લહેરાતો કેસરિયો રંગ ઝૂમે રે,
ચારેકોર સુંદર નજારો દિસે રે.
કેસૂડો પ્રેમીઓનાં હેતમાં રે,
પરિવારજનોની પ્રીતમાં રે.
