Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Others

5.0  

Prashant Subhashchandra Salunke

Others

આવ્યો મેહુલો રે!

આવ્યો મેહુલો રે!

1 min
381


ઓતર ગાજ્યા ને દખ્ખણ વરસિયા રે,

મેહુલે માંડ્યા મંડાણ

આવ્યો ધરતીનો ધણી મેહુલો રે!


નદી – સરોવર છલી વળ્યાં રે,

માછલી કરે હિલોળ,

આવ્યો ધરતીનો ધણી મેહુલો રે!


ખાડા ખાબોચીયાં છલી વળ્યાં રે,

ડેડકડી દિયે આશિષ,

આવ્યો ધરતીનો ધણી મેહુલો રે !


ધોરીએ લીધાં ધુરી-ધોંસરા રે

ખેડુએ લીધી બેવડી રાશ,

આવ્યો ધરતીનો ધણી મેહુલો રે !


ગાયે લીધાં ગાનાં વાછરું રે,

અસતરીએ લીધાં નાના બાળ,

આવ્યો ધરતીનો ધણી મેહુલો રે !


Rate this content
Log in