STORYMIRROR

Heena Pandya (ખુશી)

Others

3  

Heena Pandya (ખુશી)

Others

આવ્યો અવસર

આવ્યો અવસર

1 min
1.0K


મનને મારાં ભાવ્યો અવસર,

મીંઢળ બાંધી આવ્યો અવસર.


રોપાવી દીધો ફળિયામાં,

એવો રૂડો વાવ્યો અવસર.


વર કન્યાને લઇને ચાલ્યો,

આ તે કેવો ફાવ્યો અવસર ?


પ્રેમાળ પિતા છૂટે નહિ 'ને,

ઝાંપે આ બોલાવ્યો અવસર.


હૈયે હરખી આંખે છલકી,

આંસુ ભરીને લાવ્યો અવસર.


Rate this content
Log in