આવ્યાં શિંગોડા
આવ્યાં શિંગોડા
આવ્યા શિંગોડા આવ્યા શિંગોડા,
નદી તળાવડીએ વાવ્યા શિંગોડા,
શિયાળુ મોસમમાં પાક્યા શિંગોડા,
આવ્યા શિંગોડા, આવ્યા શિંગોડા,
લીલા શિંગોડા કાચા શિંગોડા,
નારે ખવાય ભાઈ કાચા શિંગોડા,
આવ્યા શિંગોડા, આવ્યા શિંગોડા,
બાફી કે શેકીને ખાઈએ શિંગોડા,
શક્તિદાયક ગુણકારી શિંગોડા,
આવ્યા શિંગોડા, આવ્યા શિંગોડા,
જોજો ખવાય નહિં જાજા શિંગોડા,
પછી પેટમાં દુઃખાડશે જાજા શિંગોડા,
આવ્યા શિંગોડા, આવ્યા શિંગોડા,
ઔષધીય ને રોગનાશક શિંગોડા,
ફાઇબર વિટામિન પૂરક શિંગોડા,
આવ્યા શિંગોડા, આવ્યા શિંગોડા,
ફરાળ ઉપવાસમાં રાંધ્યા શિંગોડા,
શીરા પુરીમાં બહુ ભાવ્યા શિંગોડા,
આવ્યા શિંગોડા, આવ્યા શિંગોડા.
