આવ્યાં ચેહર મા
આવ્યાં ચેહર મા
આવ્યા જે દિ' અડાલજ ઘરમાં ચેહર મા,
એ દિ' અવસર આવ્યો રૂપાબાનાં જીવનમાં,
જે દિ' નાયણા નાગરે પડદે વાતો કરી મા,
એ દિ' એ પેઢીઓ તારવાનું વચન આપ્યું મા,
જે દિ' અંતરચક્ષુ એ દીઠાં સાક્ષાત ચેહર મા,
એ દિ' અલૌકિક લ્હાવો મળ્યો હતો મા,
જે દિ' ગોરના કૂવે તારાં પગલાં પડ્યાં મા,
એ દિ' આંખોએ પામ્યો અવસર રૂડો મા,
જે દિ' ભાવથી હોઠેથી બોલાયું ચેહર મા,
એ દિ' શબ્દોએ ચાખ્યા અવસર મા,
જે દિ' આવ્યો તારો પ્રાગટ્ય દિન મા,
એ દિ' માઈ ભકત રમેશભાઈએ મહોત્સવ ઉજવ્યો મા,
આમજ ભકતોની બેલી બની તું આવી મા,
એ દિ' જાતરનાં અવસર રૂડાં થયાં છે મા,
જે દિ' ભાવના હૈયે આવી વસ્યા ચેહર મા,
એ દિ' થી કલમ થકી ગુણ તારાં ગવાય છે મા,
શ્વાસે શ્વાસે નામ તારું રટાય છે મા,
એ દિ' આનંદ અવસર આંગણે આવ્યા છે મા,
પરચા પૂર્યા સેવકોના ત્યારે ડંકો વાગ્યો છે મા,
કળિયુગમાં જાગતી જ્યોત એક તું જ છે મા,
મણિનગરમાંથી આખા વિશ્વમાં ડંકો વગાડ્યો મા,
એ દિ' ધરતીએ અવસર અવતર્યા ચેહર મા,
અમારાં શ્વાસ શ્વાસમાં વસ્યા તમે ચેહર મા,
અમારો આખો જન્મારો સફળ થયો મા,
આ વાત જનજનને સમજાય કે તું પાવરવાળી છે મા,
ત્યારે ભક્તો હૈયેથી બોલ્યા દયા રાખજે ચેહર મા.
