આવ્યા તમ દ્વારે
આવ્યા તમ દ્વારે
1 min
183
આવ્યાં તમ દ્ધારે રે હનુમાનજી રે,
કર જોડી વિનવીએ સાંભળો સાદ રે,
અમે અપરાધી માફ કરો ગુનાઓ રે,
તમે છો દયાળુ દાદા, મહેર કરો રે,
બાલ બ્રહ્મચારી સંસારીઓ પર દયા કરો રે,
અમે પામર જીવ ભક્તિ નવ આવડે રે,
ભોળા ભક્તો ભાવે ભજે દાદા રે,
જય બજરંગબલી કહીને સિંદૂર ચઢાવે રે,
ભાવના વિશ્વાસથી આવ્યા તમ દ્વારે રે,
કળિયુગમાં હનુમાનજી તમારી હાજરી છે રે,
વાયુવેગે સત્વરે આવો હનુમાનજી રે,
જે ભાવે ભજે મનોકામના પૂર્ણ થાય રે.
