Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

ચૈતન્ય જોષી

Others

5  

ચૈતન્ય જોષી

Others

આવતા રહેજો

આવતા રહેજો

1 min
519


સંબંધ સાચવવાને કોઈકવાર આવતા રહેજો તમે,

આપ્તજન જાણી દિલની વાત કહેતા રહેજો તમે,


છેટા છો આપ અમારાથી એ વાત તો સાવ સાચી,

પણ સ્મૃતિની પરસાળે કદીક ટહેલતા રહેજો તમે,


વણલખી લાગણી વહેતી રહે પરસ્પર વાતચીતમાં,

ઉરની શબ્દસ્થ દાસ્તાનને સાંભળતા રહેજો તમે,


આવો તમે તો અમને પણ ' ભીનુંભીનું ' લાગે નિરંતર,

સૂકા વેરાન રણમાં આશાતરુ રોપતા રહેજો તમે,


હળવા થઈએ હરપળે ઊભય વાત કરીને અંતરની,

શીતળ,મંદ, સુગંધી અનિલ થૈને વહેતા રહેજો તમે.


Rate this content
Log in