STORYMIRROR

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

આવશે કોણ

આવશે કોણ

1 min
252

આવશે કોણ આ મહામારીમાંથી ઉગારવા,

કુદરતી આફતોથી કોણ આવશે ઉગારવા,


ખુલ્લંખુલ્લા અહીં થાય છે સંસ્કારોનું પતન,

માણસાઈ ભૂલાઈને દાનવતાથી થયું પતન,


ઈન્જેક્શન, ઓક્સિજન, દવાઓ નકલી વેચાય,

દાનવ બન્યો રૂપિયા ભૂખ્યો માનવતા વેચાય,


સત્ય ગયું પાતાળે પેસી અસત્યનો ઉત્પાત,

દેવ, દેવી મંદિરોમાં બંધ ને દાનવો કરે ઉત્પાત,


કોઈ પણ ક્ષેત્રે શુદ્ધિ નથી રહી જ્યાં જુઓ ઝંઝાવાત,

મારો, લૂંટો, દાનવોની અહીં એક જ વાત,


આ તો ભારતીય સંસ્કૃતિ ઉપર મોટો આઘાત,

ભાવના હવે તો હદ થઈ ગઈ ઉગારો જગતના તાત,


પડતાંને પાટું મારીને કરી કાળાબજારી ને લૂંટે,

માનસપુત્ર સૌ એ સરખાં ભૂલીને મડદાને પણ લૂંટે.


Rate this content
Log in