આવોને
આવોને
1 min
152
આવોને ઘરે સખી તો મોજ કરીએ,
કેરીનો રસ ને પૂરી ને મોજ માણીએ,
તું આવે તો સાથે અંતાક્ષરી રમીએ,
એ જૂનાં ગીતોની રમઝટ બોલાવીએ,
આવોને સખી હવે તો વેકેશન પણ છે,
કાંકરિયા પાળે બેસીને વાતો કરવી છે,
આવોને સખી ભાવનાભર્યા ભાવ છે,
રાત્રે કેરમની રમત ગમત માણવી છે,
આવોને ધાબે સૂતાં યાદોને તાજી કરીએ
બાળપણનાં સંભારણા ફરી માણીએ.
