આવો તો
આવો તો
1 min
148
આવો તો ઝાંખી કરું,
ચેહર મા તમે આવો તો ઝાંખી કરું,
તન, મન, ધન મારું લાગે નાં કંઈ પ્યારું,
બાવરી થઈ જગતમાં ફરું તમ દર્શન સારુ,
ઝાલો આ હાથ મારો ચેહર મા,
ના તરછોડી મૂકો ચેહર મા,
ભાવના જુગ જુગથી જુએ વાટડી,
એકવાર તો પધારો ઘેર મારી માવડી,
ગોરના કૂવે આતમ જયોત ઝળહળે,
દિવ્યતાના તેજની જયોત ઝળહળે,
સત્ય તેજ સિંધુ તું જ છો મા,
તુજ દર્શન કરવાની આશા છે મા,
દર્શન કરવાથી મનડું હરખઘેલુ થયું છે,
આવો તો સેવકોને પણ આનંદ થાય છે.
