આવો રે
આવો રે
1 min
137
આવો રે ચેહર મા,
રૂમઝૂમ કરતા આવો
૫-૨-૨૦૨૨ એ
વસંતપંચમી છે,
ચેહર મા તારો પ્રાગટ્ય દિન છે
પ્રેમનું સંગીત અમારે ગાવું છે,
મધુર શરણાઈ વગાડીને
તને હેપી બર્થડે કહેવું છે,
સામૈયું તમારું કરવું છે
હૃદયનાં આસને બેસાડીને
હિંડોળે ઝૂલાવવા છે,
મધુર સાદે શુભેચ્છાઓ દેવી છે,
ગોરના કૂવે હાજરાહજુર
મંદિરમાં વસવાટ છે
તમારાં દર્શન કરી ધન્ય થાઉં છે,
મનડું હરખઘેલુ થયું છે
ભાવના પડછાયો બનીને,
તમારાં સાનિધ્યમાં રહેવું છે,
આતુરતાથી રાહ જોઈએ છીએ
વસંતપંચમી ઉજવણી માટે
દિલથી તને હેપી બર્થડે કહેવું છે.
