STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આવો મા બતાવું

આવો મા બતાવું

1 min
187

આવો સેવકો તમને ચેહર મા બતાવું,

ગોરના કૂવે બેઠાં દેવી બતાવું,


એ રે ચેહર મા પરચા પૂરે છે,

માઈ ભક્ત રમેશભાઈની અરજ સાંભળી મા કામ કરે છે,


શણગાર સજી માવડી મઢમાં શોભે છે,

જાણે હમણાં કરશે મા વાત,


એ રે ચેહર મા મમતાનો સાગર છે,

નાયણા રૂપાની દેવી એવી દયાળુ છે,


મોટી આંખોવાળી બધું જ જુએ છે,

માણસોનાં મનની વાત,


એ રે ચેહર મા લીલા લહેર કરાવે છે,

ભક્તોનાં મનોરથ પૂર્ણ થાય,


ગોરના કૂવે ભૂખ્યાને ભોજન મળે છે,

આશા સૌની પૂર્ણ કરે ચેહર મા,


એ રે ચેહર કંથારીયાનું જાળું છે,

વ્હાલાં ભક્તોની સાથે રહે છે,


હાથમાં ત્રિશૂળ, તલવાર લઈ અવગુણો હરે છે,

માનવ મહેરામણ ગાંડાઘેલા થાય છે,


એ રે ચેહર મા દસે દિશામાં ઘૂમે છે,

 દેશ પરદેશમાં ડંકો વગાડ્યો છે,


સિંહની અસવારીએ ગગનમાં ઘૂમે છે,

રવિવારે સૌને મોજ કરાવે છે.


Rate this content
Log in