આવો કૂવો
આવો કૂવો
1 min
202
આશા નિરાશાનો અંધારિયો કૂવો છે, જિંદગી એ અધૂરા શમણાનો આવો કૂવો છે.
ભ્રમણાની કાંચળી ઉતારી દે એવો કૂવો છે, માનવ જીવન જ એક અંધારો એવો કૂવો છે.
ભાવના પરિશ્રમ અને નસીબનો અઘરો કૂવો છે, સુખદુઃખની પહેલીનો સાક્ષી એવો કૂવો છે.
મધ્યમવર્ગ, ગરીબનો મૃગજળ સમો કૂવો છે, સંતાનોની તરક્કીનો ઝગમગાટ કૂવો છે.
આત્મા અમર છે બાકી ખોળિયું અંધારો કૂવો છે, મનખાદેહ કે પાણીનો કૂવો આખર કૂવો છે.
આમજ જિંદગી રહસ્યમય તત્વોનો કૂવો છે, સંતો મહંતો માટે પણ શૂન્યવકાશ આ કૂવો છે.
