આવો ચાલો ઉજવીએ
આવો ચાલો ઉજવીએ

1 min

12.1K
ચાલો ત્યારે ઉજવીએ,
હનુમાન જયંતિ,
પોત પોતાના ઘરેથી,
આ હનુમાન જયંતિ.
લાવી છે લાવી એ ભાવ,
ને ભક્તિ દયાળુ દાદાની,
સંધ્યા ટાણે દીવો,
આરતી કરીએ ચાલીસા દાદાની.
પામ્યાં આપણે સહુ આનંદ,
ને મંગલ આ દિને,
દર્શન કરીને આજ,
કરતા પ્રગતિ આ શુભ દિને.
રહ્યો એક વસવસો છતાંય,
મનમાં પણ ઘરે દીપ જલાવીએ,
ઉજવાયો નહીં પ્રસંગ,
રોકાઈ ગતિ, પણ દિલથી ઉજવીએ.
રાખીને મનને સાફ ને સ્થિર,
હનુમાન જયંતિ ઉજવીએ,
કરીયે કામના હવે આપણે,
સાચા મનથી ને ભાવે ભજીએ.
ઉજવીયે આજે આ ઉત્સવ,
શુધ્ધ ભાવના ધરી ઘેર ઘેરથી,
ચાલો ત્યારે પાઠવીએ શુભેચ્છા સૌને,
હનુમાન જયંતિ ની દિલથી.