STORYMIRROR

Vibhuti Bharat

Others

3  

Vibhuti Bharat

Others

આવકાર મૃત્યુને

આવકાર મૃત્યુને

1 min
27.4K


આવ ને, સ્વાગત છે તારૂં,

અરે! અટકી કેમ જાય છે ?

"સ્વાગત" શબ્દ સાંભળી ચોંકવાની જરૂર નથી.

ખરેખર, દિલ થી સ્વાગત કરૂં છું.

તારા માટે સ્વાગત ન હોય !


કિંતુ, મને તો,સમજ આવી ત્યારથી જ,

તારા સ્વાગતની મેં તો તૈયારી રાખી જ છે.

અને, એટલે જ દિલથી આવકારું છું.

તું ચોંકી જાય એમાં જો કે નવાઈ ન પામવું જોઈએ.


કારણ તને કોણ આવકારે ? તને તો બધા ધિક્કારતા જ હોય,

તને આવકારવા માટે તો જીગર જોઈએ.

મારા જેવી વિરલ વ્યક્તિ જ તને પ્રેમથી આવકારે.

અરે! આમ બાઘા શું મારે છે ?


અરે! કેમ આમ ખાલી હાથે ચાલવા માંડ્યું ?

શું કહ્યું? મને તારી સાથે લઈ જવાનું જોખમ લાગે છે ?

અને એટલે જ તું મને મારી વિરલતા જોઈ,

એક્સટેન્શન આપી જાય છે.


ભલે, જેવી તારી મરજી - બાકી મને તારો ડર લાગતો નથી.

ક્યારેક તો મળીશું જ જીંદગીના આ પથ પર.


Rate this content
Log in