આવજે મા
આવજે મા
1 min
159
પોકાર મારો સાંભળીને આવજે મા,
હાથ મારો તું પકડજે ચેહર મા,
ના મળે દેવી કદી તારાં જેવી મા,
સૌને લહેર કરાવવા આવજે મા,
અરજ ભાવના તણી છે ચેહર મા,
તારી તું દયાને લાવજે ચેહર મા,
ગોરના કૂવે ભવસંકટ દૂર કરે મા,
આશ દર્શનની પૂર્ણ કરજો મા,
રમેશભાઈ નીરખે તુજ હાજરી મા,
સેવકો કાજે મમતા હૈયે રાખતી મા.
