આવી ઉત્તરાયણ
આવી ઉત્તરાયણ
1 min
240
સવારે ઊઠીને કિંના બાંધતાં'તાં,
પવનની રાહ જોતાં'તાં,
આવી ઉત્તરાયણ.
પતંગ ચગાવતાં'તાં
ફીરકી પકડાવતાં'તાં
આવી ઉત્તરાયણ.
તિરછી નજરો મેળવતાં'તાં
પતંગ કપાવતાં'તાં
આવી ઉત્તરાયણ.
લૂંટવા જતાં'તાં
મળીને આવતાં'તાં
આવી ઉત્તરાયણ.
મિત્રતા કરતાં'તાં
મોજ પણ કરતાં'તાં
આવી ઉત્તરાયણ.
પણ હવે શું ?
નથી એવી ઉત્તરાયણ કે
નથી એવી મિત્રતા માટે,
મન ને મનાવી લો અને
હરખભેર ઉજવી લો
આવી ઉત્તરાયણ.
