આવી હોળી ધૂળેટી
આવી હોળી ધૂળેટી
1 min
180
આયો આયો ફાગણિયો આયો રે,
લાવ્યો રૂડો હોળી, ધૂળેટી લાયો રે,
આજે ઢોલને મૃદંગ સંગ સૌ નાચે રે,
હોળી દહન કરી પૂજા અર્ચના કરે રે,
ધૂળેટીમાં રંગ ગુલાલથી રંગાયા રે,
સહુ મળી રંગોથી રંગોત્સવ ઉજવે રે,
ભાવના રંગ કેસરિયો લાલ ઊડે રે,
હોળી ખેલો રે સખી ગૂંજ ઊઠે રે,
ભરી પિચકારી હાથ રંગમાં ભીંજે રે,
આજે આનંદ ઉર ઉર ઊભરાય રે,
હોળી, ધૂળેટી ખેલોને આજ મન મેલી રે,
સૈયર મોરી અંતરપટ આજ ખોલી રે.
