STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Children Stories Drama

4  

Ramesh Patel (Aakashdeep)

Children Stories Drama

આવી છે રંગીલી હોળી

આવી છે રંગીલી હોળી

1 min
365

હૈયાને રંગમાં ઝબોળી

આવી છે રંગીલી હોળી

 

છે કુદરત ખુશહાલ, સંગ નાચ મસ્તીનો વ્હાલ

શોભે તિલક આ ભાલ, લાવો હાથમાં ગુલાલ

 

ઉમંગે ખેલે ભેરૂઓની ટોળી

આજ આવી છે રંગીલી હોળી

 

ફાગણના રંગ ફાગ, મધુ કોયલના રાગ

છોડી વેરની આગ, ખેલો લઈને ગુલાલ

 

રંગભરી રમે નવોઢા ભોળી

આજ આવી છે રંગીલી હોળી

 

ઢોલ વાગ્યા હોળીના, લઈ કેસરિયા વ્હાલ

વ્રજમાં નાચે રે કાન, ભેટો લઈને ગુલાલ

 

લાવો ધાણી ખજૂરની ઝોળી

આજ આવી છે રંગીલી હોળી.


Rate this content
Log in