આવડે ક્યાં
આવડે ક્યાં
1 min
161
આવડે ક્યાં ભક્તિ કરતાં અમને,
આવડે ક્યાં રટણ કરતાં અમને,
આ જમાનો દંભ અને દેખાવનો છે
આવડે ક્યાં મહોરું પહેરતાં અમને,
મનથી દર્શન કરતાં આવડ્યું અમને
મા વગર જીવતા ક્યાં આવડે અમને,
ચેહર મા ભાવના એકજ છે અમને
આવડે ક્યાં સાચાં ભક્ત બનતાં અમને,
બસ વગર માંગે અમને કૈ આપજો,
આવડે ક્યાં દેવી મા યાચતાં અમને.
