STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આવાં રૂડાં ચેહર માતા

આવાં રૂડાં ચેહર માતા

1 min
195

આવાં રૂડાં ચેહર માતાજી,

દર્શન કરવાં આષાઢી વીજ ચમકી રે.


હૈયાના દરિયે બેઠાં ચેહર મા,

સ્મરણ કરે એના ભેળાં રહે રે.


ગૂગલમાં શોધવાથી ના મળે રે,

ચેહર મા તો હૈયાનાં ભાવ થકી મળે રે.


 દૂર જોશો તો દૂર દેખાશે રે,

જેવી ભાવના એવાં ભાવે મળે રે‌,


ભક્તિથી આવ્યાનાં એધાણે બોલે રે,

બાકી ગૂગલમાં સર્ચ કરે ના મળે રે,


અંતરના ઓરડે એ તો રમે રે,

બાકી ગૂગલ ખખડાવે ના મળે રે,


હૈયાનાં પોકારે આવે માફા જોડી રે,

ગૂગલમાં સર્ચ કરવાથી નહીં મળે,


સાચો ભાવ દેખી દર્શન દે છે રે,

ગૂગલને પૂછવાથી શું વળે રે,


નામ સ્મરણથી ચેહર મા રાજી થાય છે રે,

ગૂગલની સોડમાં સુખ નહીં મળે રે,


હૈયાનાં કોડ ચેહર મા પૂર્ણ કરે રે,

લપાઈ છૂપાઈ ગૂગલ જોયે કંઈ વળે નહીં રે.


Rate this content
Log in