આવાં ડે
આવાં ડે
1 min
164
આવાં નિતનવા ડે થકી હેરાન છું,
ચોકલેટ, રોઝ, ટેડી ડે થી હેરાન છું,
એક ડે માણસાઈનો પણ જરૂરી છે,
મીઠાઈ, ફરસાણ, રોટલા ડે જરૂરી છે,
આવાં ડે પાછળ ધૂમ ખર્ચ થાય છે,
એનાં કરતાં ગરીબોને મદદ જરૂરી છે,
ભાવના વહાલનો વારસદાર સંતાન છે,
ગળપણનું ગાડું ઘર પરિવાર જ છે,
ચોકલેટ આપવાથી મીઠાશ ક્યાં વધે છે,
સંબંધોમાં મીઠાશ વ્યવહારથી વધે છે !
