આઠમો સૂર
આઠમો સૂર
1 min
14.2K
અમે જે કંઈ આઠમાં સૂરમાં ગાયું,
જમાનાને કદીયે સંભળાયું નહીં.
એ મૌન સદા હતી મારી તમને,
શું તમને પણ સંભળાયું નહીં
પ્રથમ વર્ષાએ મજબૂરી જ હોય,
માટીથી મ્હેકવાનું રહેવાયું નહીં.
વચને એ સમયે આવ્યા નહીં,
ને મારાથી પણ જવાયું નહીં.
આ અસંજમસ કેવી બેય તરફ,
કોઈથી કદી જ સમજાયું નહીં.
"પરમ"તો ખુદની ભીતર જ હતો,
"પાગલ"એ ત્યાં જ જોયું નહીં.