STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આત્મનિર્ભર નારી

આત્મનિર્ભર નારી

1 min
620

અત્યાચાર કરી શોષણ કરે છે,

આમ જ નારીને નિર્વસ્ત્ર કરે છે,


અઢળક દુઃખ આપી જલાવે છે,

દીકરીનું શોષણ કરી મારી દે છે,


કુમળી એ કળીને એમ હણે છે,

નરાધમોને સજા ક્યાં મળે છે ?


નરપિશાચો ચોતરફ ફેલાયેલા છે,

દીકરી ભયથી થરથર ધ્રૂજે છે,


અત્યાચારો એ તો હદ વટાવી છે,

એ થકી આત્મનિર્ભર નારી બની છે,


નિર્ભર બની નારી હવે ભય નથી,

કરાટે, જુડો થકી હવે ડર નથી,


અત્યાચારીને સબક શીખવવો છે,

હવે નારી ઝાંસીની રાણી બની છે.


Rate this content
Log in