આત્મચિંતન
આત્મચિંતન
1 min
99
આ મારાં પપ્પા એ શીખવાડ્યું છે,
આત્મચિંતન જીવનમાં જરૂરી છે.
રોજ રાત્રે આત્મચિંતન કરું છું,
આ જૂઠ્ઠું નથી સત્ય વાત કહું છુ.
દિવસ ભરની દિનચર્યા પર મંથન કરું છું,
ભૂલ દેખાય તો એ સુધારી અમલ કરું છું,
ચરોતરમાં જન્મેલી એટલે આખાબોલી છું,
મસ્કા, ચાપલૂસી, કરવાથી દૂર રહું છું,
ભાવનાશીલ છું, લાગણીમાં તણાઉ છું,
ફરજ પૂરી કરવા ખડેપગે હાજર રહું છું.
સાચું બોલવું, સાચું કહેવું એ સ્વભાવ રાખું છું,
જૂઠ્ઠાણાં ને દગાખોરને નફરત કરું છું.
એટલે જ ઘણાખરા લોકોને હું ક્યાં ગમું છું,
આત્મચિંતન કરીને જીવનમાં ફેરફાર લાવું છું.
