STORYMIRROR

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

આતમ જયોત

આતમ જયોત

1 min
201

આતમ જયોત જગાવજો, સૂણી સંતોનો સાદ હવે

જાગી જોજે આતમરામ, ત્યાગી નિંદ્રા પ્રમાદ હવે,


સપના, આશા, મંશા છોડવાં પડશે રે હવે,

તું મોહ મૂકી આવે સંગ તો દુનિયા આખી ધૂળ રે હવે,


જાગો, જાગો, જીવરાજ, ત્યાગો ભોગ તમામ હવે,

સાધો સાધો શ્રેય આત્માનું, ભાવના ભજી ઈશ હવે,


તન, મન, ધન થકી મોહથી, કીધાં કાયાનાં જતન હવે,

ખોયો આ મનખાદેહને, રોળાયું ધૂળમાં રતન હવે,


સ્નેહી, સગાં સર્વે સ્વાર્થનાં, સાચાં સગાં ઈશ્વર જાણ હવે,

મારાં મારાં કહીને મૂર્ખા, શાને હજું પાથરે પ્રાણ હવે,


ભક્તિ કરો ભલી ભાતથી, મળશે મુક્તિનું ધામ હવે,

નામ સ્મરણ કરી ત્યાગજો, મોહ માયાનાં પડળ હવે.


Rate this content
Log in