આસપાસ
આસપાસ
1 min
124
આમજ મા ખાસ ખાસ લાગે છે,
ચેહર સદાય આસપાસ રહે છે.
જાત ઓગાળીને ભજવા પડે છે,
ત્યારે જ ચેહર મા વ્હારે આવે છે.
ભક્ત બની આરાધના કરવી પડે છે,
નાયણ રૂપાબા જેવી ભક્તિ માગે છે.
ભાવના સભર હૈયેથી બોલાવાય છે,
ત્યારે જ ચેહર મા હાજર થાય છે.
ગોરના કૂવે મા એ અવતરણ કર્યું છે,
દર્શન માત્રથી માગ્યું ફળ આપે છે.
ભટ્ટ પરિવારમાં હરખે પૂજાય છે,
પોકારે વાહરે ચડીને ચેહર આવે છે.
કળિયુગમાં હાજરાહજૂર દેવી છે,
પરચા પૂરનારી દયાળુ ચેહર મા છે.
