આસોના નોરતાં
આસોના નોરતાં
1 min
371
આસો માસના નોરતાં આવ્યાં રે,
દેવીઓ ચાચરચોકમાં ઘૂમે છે,
નવદુર્ગા સોળ શણગારમાં રમે રે,
ચેહર મા શૈલપુત્રી સાથે રમે રે,
પહેલું નોરતું ઉમંગભેર ઉજવાય રે
ઘેર ઘેર આરતી, પૂજન થાય છે રે,
ભાવના આવડે એવાં ગુણ ગાય,
નવદુર્ગા ભક્તો પર પ્રસન્ન થાય,
આસોના નોરતાં રંગેચંગે થાય છે,
શેરીએ શેરીએ ગરબા ગવાય છે,
નવરાત્રી મહોત્સવ ઉજવાય રે,
ભક્તિનું ઘોડાપૂર ઉમટી પડે રે.
