આરતીનો લાભ
આરતીનો લાભ
1 min
248
આરતી ગોરના કુવે થાય,
પ્રત્યક્ષ દર્શનનો લાભ થાય,
આરતી ટાણે મા હાજર હોય,
મનનું માગ્યું જરૂર દેતાં જાય,
આરતી ચેહર માવડીની થાય,
ઔલોકોકી માહોલ બની જાય,
જેવી ભાવના એવાં દર્શન થાય,
અહીં મનનાં ઓરતાં પૂર્ણ થાય,
રમેશભાઈ ઉતારે ભાવે આરતી,
સેવકો હરખાઈ ગાતાં આરતી,
આરતી જોઈ મનમાં શાંતિ થાય,
ઢોલ,નગારાં,ઘંટનાદ,શંખનાદ થાય
આરતી ગોરના કુવે થાય,
આવો લ્હાવો કેમ જ ચૂકાય,
આરતી ગોરના કુવે થાય,
પ્રત્યક્ષ દર્શનનો લાભ થાય.
