આરાધના
આરાધના
1 min
365
આસોનું ત્રીજું નોરતું રે,
નિસર્યા ચણ્ડખંડા માત રે,
આજે ત્રીજો ઉપવાસ રે,
માવડીનાં તેજ અપાર રે,
નવદુર્ગા સંગે ચેહર મા રે,
રમતાં ચાચર ચોકમાં રે,
ભાવના હૈયે વસેલા રે,
દેવીની કૃપા અપાર રે,
રમતાં ગોરણીઓ રે,
માઝમ રાતલડીએ રે,
એવો ગરબો જામ્યો રે,
ચોસઠ જોગણી સંગે રે.
