STORYMIRROR

Umesh Tamse

Others

3  

Umesh Tamse

Others

આપું તને

આપું તને

1 min
13.3K


લાગણી જેવું ઝરણ આપું તને, 

નભસમું પણ આવરણ આપું તને. 

ઊંઘવાની છોડ તું ચિંતા હવે, 

આવ દિલનું પાથરણ આપું તને. 

જિંદગીભર યાદ તું કરશે મને, 

એક એ અનમોલ ક્ષણ આપું તને. 

જો તને નમવું છે ઈશ્વરને કદી, 

તો લે મારા આ ચરણ આપું તને, 

માંગ તું આજે જે લેવું હોય તે, 

કણ નહીં બે ચાર મણ આપું તને. 


Rate this content
Log in