આપું શ્રદ્ધાંજલિ
આપું શ્રદ્ધાંજલિ
1 min
140
આજે બાર બાર વર્ષનાં વહાણાં થઈ ગયા,
આપું શ્રધ્ધાંજલી જીતેશભાઈ;
તમ જેવા ભોળા ને સરળ ભાઈ,
આ દુનિયામાં ક્યાં મળે,
ખમ્મા કહું મારાં વીરા તમને,
જ્યાં પણ નવાં રૂપે હોવ
ત્યાં તમને હેડકી આવે,
ઈશ્વરને એક જ પ્રાર્થના
જ્યાં પણ હોય મારો વીર
એને સ્વસ્થ નિરોગી ને સુખી રાખજો,
ઓ મારા વીરા આજનો દિન
બાર વર્ષ પહેલાં આકરો થઈ પડ્યો હતો
જ્યારે ગાયત્રી મંત્ર લખતાં સ્વધામ ગયા,
ભાઈ તમારી ખોટ કેમે પૂરાય નહીં
તમારી યાદ સિવાય કંઈ નથી,
આજે ભાવના સભર હૈયેથી
શ્રદ્ધાંજલી અર્પણ કરું છું,
સદાય હસતાં ને હસાવતાં
એ તમારી વાતો યાદ આવે છે
દિલથી પ્રણામ કરું છું
કોટી કોટી વંદન.
