આપું શ્રદ્ધાંજલિ
આપું શ્રદ્ધાંજલિ
1 min
218
આ દેશ માટે જેણે જાત હોમી દીધી,
દિલમાં અરમાન કેટલાં છૂપાવી દીધાં,
ધન્ય છે એ માત પિતાને પરિવારજનો,
કાળજાનો કટકો દેશ માટે આપી દીધો,
કાયામાં જોમ ભરીને લડ્યાં અંત સુધી,
દેશની શાન બચાવવા કુરબાની દીધી,
કાળજું કંપે એવી દુર્ઘટના સર્જાઈ ગઈ,
અણધાર્યા આવ્યાં યમરાજા તેડું લઈ,
દેશમાં વેલેન્ટાઈન ડે નો માહોલ હતો,
અચાનક મોતનો તાંડવ છવાયો હતો,
શત્ શત્ દિલથી નમન એ શહીદોને,
ભાવના આપે શ્રધ્ધાંજલી શહીદોને,
આપું છું એ પુલવામાનાં વીર જવાનોને,
દેશની આન, બાન, શાન એ જવાનોને.
