આપો છો દુવા
આપો છો દુવા
1 min
254
આપો છો દુઆ એ માટે ફક્ત હાથ ઉઠાવો છો,
એમાં આખેઆખી તમારી શક્તિ બીજા પર લૂંટાવો છો,
ના આવડે પાઠ પૂજા ધ્યાન ધરમ કરતા અમને,
દુઆ કાજ કરુણાનો ભોગ ચડાવો છો સતને,
રોજ કરી પૂજા અર્ચના, દુઆ કરી સેવકોને સહાય કરો છો,
એમ કરી માતાજીની સન્મુખ જતાં શીખવાડો છો.
કરીને દુઆ સૌ પર આમ જ કરુણા રેલાવો છો,
ભાવના સભર દિલથી સૌ પર અમી નજર રાખો છો,
તમારી દુઆથી અમ જીવન નૈયા પાર ઉતરી છે,
રહે સદાય માથે હાથ તમારો એ જ અરજી છે.
