આપણી મા
આપણી મા
1 min
186
પૂજન થાય જેનાં આંગણે મા નું,
એ ઘરમાં સુખ-સમૃદ્ધિ વાસ કરે,
વરખડીમાં વાસ કરનારી
દયાળુ ચેહર મા,
કળિયુગમાં પ્રગટ પરચા પૂરે
અડાલજમાં નાયણા રૂપાની ચેહર,
ગોરના કૂવે બેઠી માવડી
હોય શ્રદ્ધા તો મળે માવડી,
મારાં તમારાં આપણાં ચેહર મા
ભાવના હૈયે ચેહર મા રાખજો,
એ થકી જીવન બનશે સરળ
એવી આપણી ચેહર મા,
રીઝે તો રાજ પાટ આપે છે,
ને નામ લેવાથી લહેર કરાવે છે.
