આપણી ઈચ્છાઓ
આપણી ઈચ્છાઓ
1 min
158
આપણી ઈચ્છાઓ ચેહર મા જાણે છે,
માવડી શ્રદ્ધા થકી હાજરી પૂરાવે છે,
આંગળી પકડીને ભવપાર ઉતારશે મા,
એવાં અમાપ શકિતશાળી છે ચેહર મા,
જેવો ભરોસો રાખો એવાં પરચા પૂરે છે,
જય ચેહર મા કહેતાં વાયુવેગે આવે છે,
ભાવના સાંભળીને એ પ્રમાણે ફળ દે છે
કળિયુગમાં હાજરાહજૂર દેવી ચેહર છે,
માણસ માત્ર ભૂલને પાત્ર છે ચેહર મા,
એ ભૂલો માફ કરી વ્હારે ચઢો ચેહર મા
આ જગતમાં પાવરવાળી ચેહર મા છે,
ચામુંડા મા નો અવતાર ચેહર માતા છે.
