આપદા
આપદા
1 min
153
આળસથી આપદા આવે છે,
બેદરકારી આફત નોતરે છે,
નાની ભૂલ આપદા લાવે છે,
મુસીબત બનીને ત્રાટકે છે,
આપદા અણધારી આવે છે,
પણ સાવચેતી ઉગારે છે,
આપણી ભૂલ નુકસાન કરે છે,
એટલેજ આળસ રડાવે છે,
આપદા થકી કંકાસ થાય છે,
ત્યારે ભાવના સૌની ઘવાય છે,
આપદા સર્વે કર્મ આધીન છે,
જે થકી આળસ ઘેરી વળે છે.
