આંસુના હિસાબ
આંસુના હિસાબ
1 min
26.9K
ગણતરી ગણાય છે અંકોમાં
ભેદ-ભરમ મપાય શબ્દોમાં
પોતાની રીતે ચાલે છે રસમોં
મ્હાલે સ્વગ્રહી સમજ શબ્દોમાં
સમય પ્રગતિ પત્રક હિસાબમાં
નિશાને રસ્તાઓ છે શબ્દોમાં
જાત છેતરવા કરવાં કારનામાં
બદલા ચૂકવવો પડે શબ્દોમાં
ધુમાડે બાચકાં આંધળી આશા
સત્યને સાદાઈ વરી શબ્દોમાં
સ્નેહે હિસાબી ગણતરી અનંત
ગણતરી કર્મોની છે શબ્દોમાં
