આનંદ થયો
આનંદ થયો
1 min
139
એવાં દુઃખી વ્યક્તિનાં
દુઃખો ખંખેરવામાં મદદરૂપ
બનીને એને હસાવશો,
કેદ તોડી નાંખે આવરણની
એમ એને આનંદ થશે
એક અમથી વાત કરીને
હાસ્ય લાવી શકાય
તો આનંદ થયો ગણાશે,
આમ તો ઘણાં બધાં
પ્રકારનાં દાન પૂણ્ય છે
પણ હાસ્ય દાન સૌથી મોટું છે,
એવા દુઃખી ને
શોધી લે છે આનંદરાગ
આનંદનો અતિરેક કરાવવો
એટલે ભૂખ્યાને અન્નદાન
મહાદાન કહેવામાં આવે છે,
એક દુઃખી ને
જાણે ખળખળ વહેતું
જાણે મઘમઘતું
આનંદનો ઓડકાર આવે
આંખોમાંથી હર્ષાશ્રુ નિતરે
જાણે હિંડોળે ઝૂલતું સુખ
ભાવના પાંખાળા ઘોડા પર સવાર
આનંદનો દરિયો લહેરાય.
