STORYMIRROR

Jashubhai Patel

Others Romance

3  

Jashubhai Patel

Others Romance

આનંદ છવાયો આખરે

આનંદ છવાયો આખરે

1 min
17.6K


સૂર્ય પણ કંટાળી ભાગ્યો આખરે,

ચાંદ રૂપને ઓઢી આવ્યો આખરે.


રાહ જોતા'તા વર્ષોથી જેમની,

તેમનો મેં હાથ ઝાલ્યો આખરે.


કેટ કેટલા જતનથી વાવેલ જે,

પ્રેમનો આ છોડ ફાલ્યો આખરે.


કોઇની પરવા નથી કરવી હવે,

શરમનો પડદો હટાવ્યો આખરે.


સાત ઘોડા પર કરી સવારી 'જશ' ,

ઉર મહી આનંદ છવાયો આખરે.


Rate this content
Log in