STORYMIRROR

Tirth Soni "Bandgi"

Others

4  

Tirth Soni "Bandgi"

Others

આંખો મને બહુ ગમી

આંખો મને બહુ ગમી

1 min
186

એ આંખો મને બહુ ગમી,

જે પ્રેમથી અડધી નમી,

એ કરુણામય કાજળ અલંકૃત પંકજ પર્ણ અણીયાળી... 


એ આંખો મને બહુ ગમી...

એ વાંકી વળેલી ડોક, ને થોડી કેડ વળેલી,

આંટી ચડાવી પાય ઊભો, મીઠી વાંસળી વાણી... 


એની આંખો મને બહુ ગમી...

પ્રીતમને પસંદ પીતાંબર, એની અદા બહુ નખરાળી,

એ કામળ આંખોવાળો મળ્યો, મુરલીધર વનમાળી...

જેની આંખો મને બહુ ગમી.


Rate this content
Log in