આંગળીના ટેરવે
આંગળીના ટેરવે

1 min

174
જુઓ, આ કરામત કેવી થાય છે,
આંગળીના ટેરવે,
મોર્નિંગ મેસેજ ફટાફટ થાય છે,
આંગળીના ટેરવે.
સંબંધો, ટચ સ્ક્રીનથી ટચ થયા છે,
આંગળીના ટેરવે,
હવે સંબંધોના વ્યાપ વધ્યા છે,
આંગળીના ટેરવે.
ગણી શકાય તેટલા મિત્રો હતા,
આંગળીના ટેરવે.
હવે દેશ - વિદેશના મિત્રો મળે છે,
આંગળીના ટેરવે.
નવી - નવી રમતો રમાય છે,
આંગળીના ટેરવે.
લાઇકસ કોમેન્ટ ઉજવાય છે,
આંગળીના ટેરવે.
રોજ સલાહ સૂચન અપાય છે,
આંગળીના ટેરવે
સ્ટેટસ અપડેટ રખાય છે,
આંગળીના ટેરવે
ને સંબંધો તરોતાજા થતાં રહે છે,
આંગળીના ટેરવે
છતાં આભાસી દુનિયામાં સૌ રહે છે,
આંગળીના ટેરવે.