આમ તો ?
આમ તો ?
1 min
272
આમ જુઓ તો થોડા ઘણાં અંશે,
સ્વાર્થી દરેક વ્યક્તિ છે,
પણ દરેક વ્યક્તિ સંબંધથી,
વિશેષ સ્વાર્થને મહત્વ આપે એવું જરૂરી નથી,
એકસો એકમાં એક જણ તો,
દિલની ભાવનાઓની કદર કરતું જ હોય છે,
આથી બધાં જ ખરાબ અને,
લાગણી વિહોણા છે એવું મનાય નહીં.
આમ તો એવું છે કે સરગમ વગર સૂર બેકાર છે,
એમ જ, સ્વાર્થી હોય ભલે સંબંધો,
પણ વગર સંબંધો એ માણસ શૂન્ય છે,
કેમકે ક્યારેય તો કોઈને કોઈની જરૂર પડે જ છે.
