આમ મળશે મા
આમ મળશે મા
આમ મળશે જગતમાં ચેહર માતા,
ભક્તિથી સરનામાં મળશે ચેહર મા તણાં,
રંગભરી દો જીવનમાં ચેહર માતા તણો,
ચહેર મા હાજરાહજૂર મળશે ટાણે કટાણે,
અર્થ સમજશો ચેહર મા અક્ષરનો જિંદગી સફળ થશે,
ભાવના જિંદગીનાં માર્ગ મર્માળા ચેહર મા બનાવશે,
માઈ ભક્ત રમેશભાઈ માર્ગ બતાવે ચેહર મા તણો,
ભકતો માથું નમાવીને જાય ચેહર મા ભાવ થકી,
વેધક બોલી બોલતાં ભલે લોકો, ભરોસો છે ચેહર મા તણો,
શબ્દ સમંદર ખારાં ભલે બોલે રખવાળી છે ચેહર મા તણી,
આંખે શ્રદ્ધા આંજી જુઓ તો ચેહર મા બેઠાં છે,
પથ્થરમાં પણ હાજરી પૂરાવી પરચા પૂરે છે,
હારો જયારે ઝાંકો અંદર ચેહર મા અંતરમાં છે,
ગોરના કૂવે દર્શન કરતાં દુઃખો દૂર થાય છે,
