આમ જુઓ તો
આમ જુઓ તો
1 min
177
એકલું સાચુ જ બોલવાથી,
સાચા સાબિત નથી થવાતુ,
અને સારૂ સારૂ જ બોલવાથી,
સારા સાબિત નથી થવાતુ,
એ માટે વિસ્તારવી પડે છે,
હદ આપણા દિલની, અને દિમાગની,
ભગવા કપડાં અને તિલક તાણવાથી,
સાધુ નથી થવાતુ,
એ માટે મનમાં વૈરાગ્યનો ભાવ જરૂરી છે,
આમ જુઓ તો કશું અમસ્તું ક્યાં મળે છે ?
પુરુષાર્થથીજ જિંદગી સરળ બને છે.