આખાં મલકમાં
આખાં મલકમાં
1 min
131
આખાં મલકમાં ગૂંજતું નામ ચેહર,
ગામેગામ ગાજે છે નામ માવડીનું,
ગોરના કૂવે બેઠી હાજરાહજૂર છે,
ભક્તોની ભીડ ઉમટે દર્શન કાજે રે,
ભાવના સભર હૈયેથી ગાવા ગુણલા,
સેવકો સુખડીના થાળ ભરીને લાવતા,
આખાં જગતમાં આજે ડંકો વાગ્યો છે,
એવાં પાવરવાળી દયાળુ ચેહર મા છે,
મોટી મોટી આંખોવાળી દેવી ચેહર છે,
દર્શન કરવાથી દુ:ખડા દૂર ભાગે છે,
રીઝે એને રાજપાટ તરત જ આપે છે,
પોકાર પાડતા વાયુવેગે હાજર થાય છે.
